Loading...
Skip to Content

let's have a new beginning

દરેક પગલું નવી દિશા છે, અને દરેક પડકાર એક અવસર છે.

આપણે આપણા પોતાના વિચારોનું પરિણામ છીએ.

Image Description
Image Description
Image Description
Image Description

Our Mission

અમારું મુખ્ય લક્ષ્ય એવા લોકોને જોડવાનું છે જે સમાન વિચારો ધરાવતા હોય, અને તેમની સાથે ફરીથી તે અનન્ય માનવીય સ્પર્શ અને સહકારની ભાવનાને જન્મ આપી શકે. અન્યને આપવાના ઉદ્દેશ સાથે, બીજાને આગળ વધારવાના ઇરાદાથી, અમે એક એવી સંસ્થા છીએ જે લોકોના માઈન્ડ સેટ અને વિકાસ પર કાર્ય કરે છે.

Our Vision

અમે એવો સમાજ બાંધવાનો પ્રયાસ કરીએ છીએ, જ્યાં પ્રેમ અને સંવેદનશીલતા આપણા દરેક કાર્યના કેન્દ્રમાં હોય. અમે એવા લોકોનો સમૂહ બનાવીએ છીએ જે માનવતાની સિદ્ધિઓ માટે પ્રેમ અને આદર સાથે મળીને કાર્ય કરે. સાદાઈ અને માનવતાને મહત્ત્વ આપીને, અમે સર્વાંગી પ્રગતિ તરફનું માર્ગદર્શન બનાવીએ છીએ.


Image Description
Image Description
Image Description

મારો પરિચય

RK Kalathiya

મારા જીવનનો મુખ્ય ધ્યેય એ છે કે હું અન્ય લોકોની સાચી ક્ષમતાને જાગૃત કરી શકું. હું મારી વાતોમાં સરળ અને સમજાય તેવી શૈલી અપનાવું છું જેથી દરેકને મદદ મળી શકે. હું માનું છું કે દરેક વ્યક્તિમાં પોતાની અનોખી શક્તિઓ અને ક્ષમતાઓ છે. મારી પ્રેરણાત્મક વાતો દ્વારા, હું લોકોને આ શક્તિઓને ઓળખવા અને તેમના જીવનમાં સાકારાત્મક ફેરફારો લાવવા પ્રોત્સાહિત કરું છું. મારા જીવનના અનુભવોએ મને શીખવ્યું છે કે સાચી સફળતા તમારા હેતુને જાગૃત કરવા અને તેને અનુસરવા પર આધારિત છે. મારી દ્રષ્ટિએ, વ્યક્તિગત વિકાસ એ સતત યાત્રા છે, અને હું આ યાત્રામાં સહભાગી થવા માટે તૈયાર છું.

સારુ નેતૃત્વ અને શ્રેષ્ઠ ટીમ, એકસાથે મહાન પરિણામો આપે છે.

Our Programs

પરિસ્થિતિ પર પ્રશ્ન કરવાને બદલે પ્રશ્ન હલ કરો.

  • સેલ્સ સિક્રેટ

    "સેલ્સ સિક્રેટ" પ્રોગ્રામ એ તમને એવી પ્રણાલી શીખવાડે છે જે તમારા બિઝનેસની વૃદ્ધિ માટે જરૂરી ગ્રાહક સંભાળને સુનિશ્ચિત કરે છે. આ પ્રણાલી દ્વારા તમે માત્ર ગ્રાહકને જ નહીં, પણ તમારા સપના અને મહેનતને સફળતાની શ્રેણીમાં લઈ જશો.

  • પ્રોએક્ટિવ પેરેન્ટિંગ

    પ્રેમ અને સંભાળ એ સ્વસ્થ માતાપિતા-બાળક સંબંધનો આધાર છે. અમારો કાર્યક્રમ બાળકો સાથે પડઘો પડે તેવી રીતે પ્રેમ અને કાળજી વ્યક્ત કરવા પાછળના મનોવિજ્ઞાન પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

  • હાસ્યની પેલે પાર

    સુખ અને દુઃખ લાકડીના બે છેડા છે કોઈપણ એક છેડો પકડો એટલે સાથે બીજો છેડો આવે જ, બંને એકબીજા વગર અશક્ય છે, આપણી લાગણીઓને વ્યક્ત કરવાને બદલે આપણે સંગ્રહ કરીએ છીએ, જે જીવન જીવવાનો યોગ્ય રસ્તો નથી, અમે લાગણીઓને વ્યક્ત કરવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરીએ છીએ.

  • ઇન્ફ્લુએન્સર એવોર્ડસ

    અમે એવા વ્યક્તિઓને પ્રોત્સાહિત કરીએ છીએ જેઓ નેચરના ચક્ર સાથે સુસંગત છે, અને જેઓ અન્યને વિકાસ કરવામાં મદદ કરે છે.

  • તું અને હું બસ બીજું શું

    આજના ઝડપી વિશ્વમાં, પતિ-પત્ની વચ્ચે સ્વસ્થ અને પરિપૂર્ણ સંબંધ જાળવવો પડકારરૂપ બની શકે છે. અમારો પ્રોગ્રામ લગ્નના મનોવૈજ્ઞાનિક પાસાઓને ધ્યાનમાં લઈને આ પડકારોને પહોંચી વળવા માટે રચાયેલ છે.

  • થેન્ક્યુ વેરી મચ

    આપણા જીવન માટે આપણે પ્રકૃતિનો આભાર પ્રગટ કરવો જોઈએ, જેમનું પણ આપણા જીવનમાં યોગદાન છે તેમનો પણ આભાર વ્યક્ત કરવો જોઈએ. આ બ્રહ્માંડ ફક્ત આપવાનું કામ કરે છે અને આપણું કામ છે એને માણવાનું, અમારો હેતુ છે કે આપણે ભેગા થઈને સમગ્ર બ્રહ્માંડ માટે આભાર વ્યક્ત કરીએ.

અમારા પ્રોજેક્ટની સફળતા

We provide the effective ideas that grow businesses of our clients.

4000+
અમે 4000+ લોકોના જીવનમાં એવી પ્રેરણાદાયક અસર મૂકી છે, તેમને વધુ સફળતા હાંસલ કરવામાં મદદ કરી છે.
10+
10+ શહેરોમાં અમારા વિચારો પહોંચાડવામાં અમે સફળ છીએ.
6
માનવ જીવનના 6 જુદા-જુદા આયામો ઉપર અમે પાવર પ્રેઝન્ટેશન આપીએ છીએ.

let's meet

આવનારા ઇવેન્ટસ

Add Image Description

પ્રકૃતિ સાથે શાશ્વત

પ્રકૃતિએ જે નિયમ વ્યાખ્યાયિત કર્યા છે તેની સાથે જીવવું ખૂબ જરૂરી છે, ક્યારે ખાવું, શું ખાવું અને સૌથી અગત્યનું શા માટે ખાવું, અમારો આ સેમિનાર તમને તે માર્ગ પર લઈ જશે, જેના દ્વારા તમે લાંબુ સ્વસ્થ જીવન જીવી શકો.
Image Description RK Kalathiya
August 28


Contact Us

ચાલો વાત કરીએ, કોફી સાથે ક્લિક કરો!

All the fields are required.